ઘણી વખતે તો એવું બને છે કે
યાદ કરીને ગયેલા બધા જ ઉત્તરો પરીક્ષા ખંડની અંદર જતાની સાથે જ ભુલી ગયા હોય તેવું
લાગે છે અને જેવા પરીક્ષા ખંડની બહાર આવીએ કે તરત જ તે યાદ આવવા લાગી જાય છે.
વર્ષોથી વિદ્વાનો પણ યાદ રાખવા માટે કોઈને કોઈ ટેકનીક અપનાવતાં આવ્યાં છે. તો તમે પણ આ ટેકનીકને અપનાવો બની શકે કે તમે પણ આ વખતે બાજી મારી જાવ. તમારા મગજની કસરત માટે તેને તૈયાર કરી લો.
વર્ષોથી વિદ્વાનો પણ યાદ રાખવા માટે કોઈને કોઈ ટેકનીક અપનાવતાં આવ્યાં છે. તો તમે પણ આ ટેકનીકને અપનાવો બની શકે કે તમે પણ આ વખતે બાજી મારી જાવ. તમારા મગજની કસરત માટે તેને તૈયાર કરી લો.
મગજની કસરત શરીરની કસરત
કરતાં અલગ હોય છે. આપણા દેશમાં શતરંજની શોધ થઈ તો એટલા માટે કે તે મગજની સૌથી કઠિન
અને જોરદાર કસરત છે. હવે શતરંજ તો ખાસ કોઈ નથી રમતું પરંતુ કમ્પ્યૂટર પર આપવામાં
આવેલ ગેમ અને ક્રોસવર્ડ પઝલ તો બધા જ પસંદ કરે છે. તમે આનાથી શરૂ કરી શકો છો. જો
તમે આવું પણ કરવા ન ઈચ્છતા હોય તો તેને માટે સરળ રીત છે સાધારણ ગુણાભાગ અને સરવાળા
કરવા. અઠવાડિયામાં એક વખત એક કવિતા અને જોક્સને યાદ કરવાનો પ્રયાસ કરો. આનાથી
તમારૂ મગજ આકારમાં રહેશે અને તેની તાકાત પણ વધશે.
હંમેશા કંઈક નવું કરવાની
વિચારવૃત્તિ રાખો અને નવા વિચારોને સામે આવવા દો. આના માટે એક બાળકની જેમ વિચારવું
જ ઘણું છે. દિવાસ્વપ્નો પણ જોવા જોઈએ. આનાથી મગજ તિક્ષ્ણ થશે અને તેની તાકાત પણ
વધશે. તમારી જાતને એક જ વ્યક્તિ ન બનાવતાં તેમાં ઘણાં બધાં વ્યક્તિત્વ પેદા કરી
લો. કોઈ ભુલ ન થઈ જાય તે વિચાર પર ન કરો. આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી
તેથી ભુલ થાય તો ગભરાશો નહિ પરંતુ તેમાંથી શીખો.
નવી વસ્તુનો પ્રયોગ કરવાથી
ગભરાશો નહિ કેમકે નવી વસ્તુઓના પ્રયોગથી તમારા મગજની અંદર ઘણાં નવા વિચાર આવી શકે
છે. તમે તમારા મગજને આશ્ચર્યચકિત થવા દો તેનાથી તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે. ચિંતાને લીધે તમારી યાદશક્તિ પર અસર પડી શકે છે તેને માટે જરૂરી છે કે ચિંતા
છોડો. આનાથી તમને તમારૂ મગજ તેજ રાખવામાં મદદ મળી શકે છે.
તમે જેટલા નામ યાદ કરી શકતાં
હોય તેટલા કરો અને દરેક નામની સાથે તે વ્યક્તિનો ચહેરો પણ ફીટ કરાવો પ્રયત્ન કરો
તેનાથી તમારા મગજની સારી એવી કસરત થઈ જશે. હંમેશા
કઈક નવું કરવાનો અર્થ છે કે તમે જે કંઈ પણ રૂટિનમાં કરો છો તેનાથી હટીને કઈક નવું
કરો. જે પણ મગજની અંદર નવું આવે છે તેને લખવાની આદત પાડો. જ્યારે પણ વાંચવાથી
કંટાળી જાવ ત્યારે કોઈ નવું પુસ્તક લઈને વાંચો.
ઉપરોક્ત ટેકનીક વિશ્વાસ રાખી
અપનાવી જુઓ અને પછી જુઓ ચમત્કાર. તમારા મગજમાં અપરંપાર ક્ષમતાઓ ભરેલી છે. બસ તેને
બહાર લાવવાની જરૂર છે. ઓલ ધ બેસ્ટ...
